રિલાયન્સ જિયો અને એરટેલના રિચાર્જ પ્લાન મોંઘા હોવાનો સીધો ફાયદો BSNLને થયો છે. ભાવ વધારા બાદ બીએસએનએલના કસ્ટમર્સની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. કંપની તેના યુઝર બેઝને વધારવા માટે કસ્ટમર્સને સતત સસ્તા અને પરવડે તેવા પ્લાન ઓફર કરી રહી છે. BSNL એ પોતાની લિસ્ટમાં એક પ્લાન સામેલ કર્યો છે જેમાં લાંબી વેલિડિટીની સાથે સાથે ઘણા મોટા ફાયદા પણ આપવામાં આવી રહ્યા છે.

