નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે લોનને વધુ સસ્તું બનાવવાની જરૂર છે. તેમના મતે બેન્કોએ વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો કરવો પડશે. તેમણે SBI બેન્કિંગ એન્ડ ઇકોનોમિક્સ કોન્ક્લેવ 2024માં જણાવ્યું હતું કે, "ઉધાર ખર્ચ ખરેખર ઊંચો છે." એવા સમયે જ્યારે આપણે ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ અને ક્ષમતા નિર્માણમાં પણ વધારો કરવા માંગીએ છીએ, ત્યારે અમારે વ્યાજદરને પોસાય તેવા બનાવવા પડશે.