Direct tax collection: ભારત સરકારનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ગયા વર્ષની સરખામણીમાં 15.4 ટકા વધીને રૂ. 12.1 ટ્રિલિયન ($143 બિલિયન) થયું છે. 1 એપ્રિલથી 10 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કલેક્શન વિશે માહિતી આપતા આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે પ્રત્યક્ષ કર, જેમાં કોર્પોરેટ અને વ્યક્તિગત કરનો સમાવેશ થાય છે, આ સમયગાળા દરમિયાન કુલ ધોરણે 21 ટકાથી વધુ વધીને રૂ. 15 ટ્રિલિયન થઈ ગયો છે. આવકવેરા વિભાગે એમ પણ કહ્યું કે તેણે રૂ. 2.9 ટ્રિલિયન (રૂ. 2.92 લાખ કરોડ)ના ટેક્સ રિફંડ જારી કર્યા છે. વાર્ષિક ધોરણે 53 ટકાનો ઉછાળો છે.

