દેશની વસ્તીનો મોટો ભાગ દૈનિક ટ્રાન્જેક્શનો માટે UPI નો ઉપયોગ કરે છે. હવે UPI દ્વારા દુકાનો પર માત્ર ચુકવણી જ નહીં, પરંતુ ઘણા મહત્વપૂર્ણ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકાય છે. દેશની બીજી સૌથી મોટી UPI પેમેન્ટ કંપની, Google Pay, ઘણી સર્વિસ માટે યુઝર્સ પાસેથી સુવિધા ફી વસૂલ કરી રહી છે. પરંતુ એવું જોવા મળ્યું છે કે મોટાભાગના Google Pay યુઝર્સ વિવિધ સર્વિસ માટે લેવામાં આવતી સુવિધા ફીથી અજાણ છે. એક અહેવાલ મુજબ, ગૂગલ પેએ તેના યુઝર્સ પાસેથી એવી સર્વિસ માટે ચાર્જ વસૂલ્યો છે જે અગાઉ મફત હતી.