PF Balance Check: કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એક સરકારી નિવૃત્તિ બચત યોજના છે, જેમાં નોકરીદાતા અને કર્મચારી બંને મળીને કર્મચારીના ખાતામાં અમુક ભંડોળ જમા કરે છે. તેનું સંચાલન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કરવામાં આવે છે. EPFO દર વર્ષે આ યોજનાના વ્યાજ દરો નક્કી કરે છે. EPF સબ્સ્ક્રાઇબર્સને નિવૃત્તિ સમયે વ્યાજ સાથે જમા રકમ મળે છે. જોકે, જો જરૂર પડે તો, કર્મચારીઓ તેમના પીએફ ખાતામાંથી સંપૂર્ણ અથવા ઓછી રકમ ઉપાડી શકે છે.

