Social Media Influencer Tax: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવા નિયમો જાહેર કર્યા છે, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, યૂટ્યૂબર્સ, એફએન્ડઓ ટ્રેડર્સ, કમિશન એજન્ટ્સ અને સ્ટોક માર્કેટ ટ્રેડર્સ માટે મહત્વના છે. જો તમે આમાંથી કોઈ પણ રીતે કમાણી કરો છો, તો ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે નવા પ્રોફેશનલ કોડ્સનો ઉપયોગ કરવો પડશે. આ નવા નિયમો એસેસમેન્ટ યર (AY) 2025-26 માટે લાગુ થશે. ચાલો, આ નવા નિયમો અને કોડ્સને વિગતે સમજીએ.