પ્રોવિડન્ટ ફંડ (PF)ના સબ્સ્ક્રાઇબર્સ લાંબા સમયથી EPFO 3.0ની રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા હતી કે આ નવી સિસ્ટમ આવ્યા બાદ લોકો પોતાના PF ફંડને ATM કે UPIની મદદથી ગમે ત્યારે કાઢી શકશે. હાલમાં, PF ઉપાડવા માટે ફોર્મ ભરવું પડે છે, દસ્તાવેજો જોડવા પડે છે અને અનેક દિવસો સુધી રાહ જોવી પડે છે, જેના કારણે બધા કર્મચારીઓ ઝડપથી નવી સિસ્ટમ લાગુ થાય તેમ ઈચ્છી રહ્યા છે. જોકે, અત્યાર સુધીની સૌથી મોટી કબર એ છે કે PF ને ATM કે UPIથી ઉપાડવાની સુવિધા હજી શરૂ થઈ નથી.

