Get App

EPFO News: નોકરિયાતો માટે મોટા સમાચાર! હવે પાસપોર્ટ ઓફિસ જેવી સુવિધા મળશે PF ઓફિસમાં, સરકાર લાવી રહી છે આ મોટો બદલાવ

EPFO Update: સરકાર PF ઓફિસોને પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ 'સિંગલ વિન્ડો' બનાવી રહી છે. હવે તમે દેશના કોઈપણ ખૂણેથી તમારું PF કામ સરળતાથી કરાવી શકશો. જાણો આ મોટા ફેરફાર વિશે વિગતવાર.

MoneyControl Newsઅપડેટેડ Dec 30, 2025 પર 2:18 PM
EPFO News: નોકરિયાતો માટે મોટા સમાચાર! હવે પાસપોર્ટ ઓફિસ જેવી સુવિધા મળશે PF ઓફિસમાં, સરકાર લાવી રહી છે આ મોટો બદલાવEPFO News: નોકરિયાતો માટે મોટા સમાચાર! હવે પાસપોર્ટ ઓફિસ જેવી સુવિધા મળશે PF ઓફિસમાં, સરકાર લાવી રહી છે આ મોટો બદલાવ
2014 પહેલા દેશમાં માત્ર 19 ટકા લોકોને સામાજિક સુરક્ષા મળતી હતી. આજે આ આંકડો વધીને 64 ટકા સુધી પહોંચી ગયો છે.

EPFO Update: જો તમે પણ પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરો છો અને તમારું PF (પ્રોવિડન્ટ ફંડ) કપાય છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકાર PF ખાતાધારકો માટે એક મોટી રાહત લઈને આવી રહી છે. ઘણીવાર લોકોને પોતાના PF ના નાના કામ માટે પણ ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે આ ચિંતા દૂર થવા જઈ રહી છે. સરકાર હવે EPFO (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) ની ઓફિસોને હાઈ-ટેક બનાવવા જઈ રહી છે.

પાસપોર્ટ ઓફિસ જેવી મળશે સુવિધા

સરકારની નવી યોજના મુજબ, હવે દેશભરની તમામ EPFO ઓફિસોને 'પાસપોર્ટ સેવા કેન્દ્ર' (Passport Seva Kendra) ની જેમ તૈયાર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે આ ઓફિસો હવે 'સિંગલ વિન્ડો સર્વિસ સેન્ટર' તરીકે કામ કરશે. અત્યાર સુધી એવો નિયમ હતો કે, તમારું જે તે કંપની કે સંસ્થા સાથે જોડાણ હોય, તમારે તેને લગતી પ્રાદેશિક ઓફિસમાં જઈને જ ફરિયાદ કે કામ કરાવવું પડતું હતું. પરંતુ હવે આ સિસ્ટમ બદલાઈ રહી છે. આ નવા ફેરફાર પછી, PF ખાતાધારક દેશના કોઈપણ ખૂણે આવેલી EPFO ઓફિસમાં જઈને પોતાનું કામ કરાવી શકશે. ભલે તમારું એકાઉન્ટ કોઈ પણ શહેરનું હોય, તમે ગમે ત્યાંથી સર્વિસ મેળવી શકશો.

કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના વટવા ખાતે નવા બનેલા 'ભવિષ્ય નિધિ ભવન' ના ઉદ્ઘાટન પ્રસંગે આ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "અમે એક એવી વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ કે જેમાં કર્મચારીઓને પોતાના PF ના કામ માટે કોઈ ચોક્કસ ઓફિસ પર નિર્ભર ન રહેવું પડે."

દિલ્હીમાં ટ્રાયલ શરૂ

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ નવી 'સિંગલ વિન્ડો' સિસ્ટમનું પાયલટ ટેસ્ટિંગ (ટ્રાયલ) દિલ્હીમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. નવી ટેકનોલોજીની મદદથી તમામ ડેટાને ડિજિટલ અને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યો છે. આનાથી કામકાજ ઝડપી બનશે અને લોકોનો સમય બચશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો