Get App

EPFO: હવે ATM ઉપરાંત UPIથી પણ ઉપાડી શકાશે PFના પૈસા, જાણો ક્યારે શરૂ થશે સુવિધા

સુમિતા દાવરાએ જણાવ્યું હતું કે EPFO ​​મેમ્બર્સ ટૂંક સમયમાં આ વર્ષે મે અથવા જૂનના અંત સુધીમાં UPI અને ATM દ્વારા તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. તેમણે કહ્યું, “મે અથવા જૂનના અંત સુધીમાં, મેમ્બર્સ તેમના ભવિષ્ય નિધિની ઍક્સેસમાં પરિવર્તનશીલ પરિવર્તન જોશે.

MoneyControl Newsઅપડેટેડ Mar 27, 2025 પર 1:15 PM
EPFO: હવે ATM ઉપરાંત UPIથી પણ ઉપાડી શકાશે PFના પૈસા, જાણો ક્યારે શરૂ થશે સુવિધાEPFO: હવે ATM ઉપરાંત UPIથી પણ ઉપાડી શકાશે PFના પૈસા, જાણો ક્યારે શરૂ થશે સુવિધા
સુમિતા દાવરાએ કહ્યું કે, EPFOના મેમ્બર્સ આ વર્ષે મે અથવા જૂનના અંત સુધીમાં UPI અને ATMની મદદથી તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે.

EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) હેઠળ આવતા કરોડો નોકરિયાત લોકો માટે એક મોટી અને મહત્ત્વપૂર્ણ ખબર સામે આવી છે. EPFOના મેમ્બર્સ હવે માત્ર ATMથી જ નહીં, પરંતુ UPIની મદદથી પણ તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. શ્રમ અને રોજગાર સચિવ સુમિતા દાવરાએ જણાવ્યું કે, EPFO ક્લેમ પ્રોસેસિંગ માટે UPIની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જેનો હેતુ કાર્યક્ષમતામાં સુધારો લાવવો અને ટ્રાન્ઝેક્શનનો સમય ઘટાડવો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ભારતમાં રિટેલ પેમેન્ટ્સ અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરતી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની ભલામણને મંજૂરી આપી દીધી છે.

UPI અને ATMથી પૈસા ઉપાડવાની સુવિધા ક્યારે શરૂ થશે?

સુમિતા દાવરાએ કહ્યું કે, EPFOના મેમ્બર્સ આ વર્ષે મે અથવા જૂનના અંત સુધીમાં UPI અને ATMની મદદથી તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. તેમણે જણાવ્યું, "મેના અંત કે જૂન સુધીમાં મેમ્બર્સને તેમના ભવિષ્ય નિધિ સુધી પહોંચવામાં એક પરિવર્તનકારી ફેરફાર જોવા મળશે. તેઓ સીધા UPI પર પોતાના PF ખાતાનું બેલેન્સ ચેક કરી શકશે. આ સાથે, ઓટોમેટેડ સિસ્ટમની મદદથી તેઓ તાત્કાલિક 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે અને ટ્રાન્સફર માટે પોતાનું પસંદગીનું બેન્ક એકાઉન્ટ પસંદ કરી શકશે."

UPI જેટલું સરળ બનશે PF ખાતામાંથી પૈસા ઉપાડવું

સુમિતા દાવરાના જણાવ્યા અનુસાર, બીમારી, ઘર બનાવવું, બાળકોનું શિક્ષણ અને લગ્ન માટે હાલના નિયમો હેઠળ પૈસા ઉપાડવાના ઓપ્શનને પણ આ સુવિધામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ઉપાડની પ્રક્રિયાને સરળ બનાવવા માટે 120થી વધુ ડેટાબેસને એકીકૃત કરવામાં આવ્યા છે. ક્લેમ પ્રોસેસિંગમાં લાગતો સમય ઘટીને હવે માત્ર 3 દિવસ થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે, હવે 95% ક્લેમ ઓટોમેટેડ છે અને આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની યોજના છે. નોંધનીય છે કે, જે રીતે UPIએ ભારતમાં ચુકવણીની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે, તે જ રીતે આ નવી સુવિધા દ્વારા EPFOના મેમ્બર્સ માટે PFના પૈસા ઉપાડવા UPI જેટલું સરળ અને ઝડપી બની જશે.

આ પણ વાંચો - Gujarat GIFT City: ગુજરાતનું ગિફ્ટ સિટી GFIT ઇન્ડેક્સમાં કમાલ, ટોપ 15ના લિસ્ટમાં સામેલ

બધા સમાચાર

+ વધુુ વાંચો