FASTag Annual Pass: જો તમે વારંવાર નેશનલ હાઈ-વેનો ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. 15 ઓગસ્ટથી, કેન્દ્ર સરકાર વાર્ષિક ફાસ્ટેગ શરૂ કરવા જઈ રહી છે. આ નવા નિયમ સાથે, ટોલ પ્લાઝા પાર કરવાનું હવે વધુ સરળ બનશે. આ વાર્ષિક ફાસ્ટેગ યોજના મુખ્યત્વે કાર, જીપ અને વાન જેવા ખાનગી વાહનો માટે લાગુ થશે. ભારે વ્યાપારી વાહનો તેમાં શામેલ નથી. વાર્ષિક ફાસ્ટેગ માટે, તમારે 3000 રૂપિયા રિચાર્જ કરવા પડશે, જેમાં તમને 200 ટ્રીપ મફત મળશે.