કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ માટે સારા સમાચાર છે. હકીકતમાં EPFO સબ્સ્ક્રાઇબર્સ હવે નોકરીદાતા દ્વારા કોઈપણ વેરિફિકેશન અથવા EPFOની મંજૂરી વિના નામ અને જન્મ તારીખ જેવી વ્યક્તિગત વિગતો ઓનલાઈન બદલી શકે છે. વધુમાં EPFOના e-KYC EPF એકાઉન્ટ્સ (આધાર સાથે જોડાયેલા) ધરાવતા સભ્યો નોકરીદાતાના કોઈપણ હસ્તક્ષેપ વિના આધાર OTP (વન ટાઈમ પાસવર્ડ) વડે સીધા જ તેમના EPF ટ્રાન્સફર ક્લેઇમ ઓનલાઈન ફાઇલ કરી શકે છે.