એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ તેના નિકાસી નિયમોમાં મહત્વના ફેરફારો કર્યા છે, જેનાથી ખાસ કરીને પ્રથમ વખત ઘર ખરીદનારા નોકરીયાત વર્ગ માટે મોટી રાહત મળી છે. નવા નિયમો અનુસાર, EPFO સભ્યો હવે તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાંથી 3 વર્ષ પછી 90% સુધીની રકમ ઘર ખરીદવા, ડાઉન પેમેન્ટ અથવા EMI ચૂકવવા માટે ઉપાડી શકે છે. આ ફેરફાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, 1952ના પેરા 68-BDમાં નવા સુધારા દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.