Next-Generation GST: ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં મોટા રિફોર્મની જાહેરાત કરી છે, જેને GST 2.0 તરીકે ઓળખવામાં આવે છે. આ નવા રિફોર્મ 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે, જેનાથી રોજિંદા સામાનથી લઈને ટેલિવિઝન અને એર કંડિશનર જેવી ઉપભોક્તા વસ્તુઓ સુધીની કિંમતોમાં ઘટાડો થશે. આ ફેરફારોનો સીધો ફાયદો દેશના 140 કરોડ લોકોને મળશે.