GST rates cut: આજથી એટલે કે 22 સપ્ટેમ્બર, 2025થી શરૂ થતા નવરાત્રીના તહેવાર સાથે સરકારે GST રેટમાં મોટી કપાતની જાહેરાત કરી છે. નવા સુધારા હેઠળ GSTના ચાર સ્લેબને ઘટાડીને માત્ર બે સ્લેબ - 5% અને 18% કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વૈભવી અને હાનિકારક વસ્તુઓ માટે 40%નો નવો ટેક્સ બ્રેકેટ રજૂ કરાયો છે. આ નવા ફેરફારથી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ, દવાઓ અને ઇલેક્ટ્રોનિક્સ સસ્તા થયા છે, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગના પરિવારોને મળશે. સરકારનો અંદાજ છે કે આ નિર્ણયથી દેશની જનતાને લગભગ 2 લાખ કરોડની બચત થશે.