RBI Floating Rate Savings Bonds: શું તમે શેર બજારના રોજબરોજના ભારે ઉતાર-ચઢાવથી દૂર રહીને શાંતિથી કમાણી કરવા માંગો છો? શું તમે એવી જગ્યાએ રોકાણ કરવા ઈચ્છો છો જ્યાં તમારો એક-એક રૂપિયો 100% સુરક્ષિત રહે અને રિટર્ન પણ બેન્કની ફિક્સ ડિપોઝીટ કરતા વધુ મળે?


RBI Floating Rate Savings Bonds: શું તમે શેર બજારના રોજબરોજના ભારે ઉતાર-ચઢાવથી દૂર રહીને શાંતિથી કમાણી કરવા માંગો છો? શું તમે એવી જગ્યાએ રોકાણ કરવા ઈચ્છો છો જ્યાં તમારો એક-એક રૂપિયો 100% સુરક્ષિત રહે અને રિટર્ન પણ બેન્કની ફિક્સ ડિપોઝીટ કરતા વધુ મળે?
જો હા, તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની શાનદાર સ્કીમ 'ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ'તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અને સુરક્ષિત રોકાણ ઈચ્છતા લોકોમાં આ સ્કીમ ખૂબ જ લોકપ્રિય છે. આવો જાણીએ આ યોજનાની સંપૂર્ણ વિગતો.
શું છે RBI ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ?
આ ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવતી એક ખાસ બચત યોજના છે. તેને 'ફ્લોટિંગ રેટ' એટલા માટે કહેવાય છે કારણ કે તેમાં વ્યાજ દર કાયમ માટે એકસરખો રહેતો નથી, પરંતુ બજારની સ્થિતિ મુજબ સમય-સમય પર બદલાતો રહે છે.શૂન્ય ભારત સરકારની પૂરી ગેરંટી હોવાથી પૈસા ડૂબવાનું કોઈ જ ટેન્શન નથી. માત્ર ભારતીય નાગરિકો અને હિન્દુ અવિભાજિત કુટુંબ આમાં પૈસા રોકી શકે છે. બિન-નિવાસી ભારતીયો માટે આ સ્કીમ નથી.
વ્યાજ દર કેવી રીતે નક્કી થાય છે?
આ બોન્ડમાં વ્યાજ દર પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ સાથે સીધો જોડાયેલો છે. આ બોન્ડ પર હંમેશા NSC ના વ્યાજ દર કરતા 0.35% વધુ વ્યાજ મળે છે. સરકાર દર 6 મહિને (1 જાન્યુઆરી અને 1 જુલાઈએ) વ્યાજ દરની સમીક્ષા કરે છે. આ સ્કીમમાં વ્યાજ સીધું તમારા બેન્ક ખાતામાં દર 6 મહિને (1 જાન્યુઆરી અને 1 જુલાઈએ) જમા થઈ જાય છે. નોંધ લો કે, આમાં કમ્પાઉન્ડિંગ એટલે કે વ્યાજ પર વ્યાજ (રી-ઇન્વેસ્ટમેન્ટ) નો વિકલ્પ મળતો નથી.
રોકાણની મર્યાદા કેટલી છે?
તમે માત્ર 1000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો (ત્યારબાદ 1000 ના ગુણાંકમાં રોકાણ કરી શકાય). કોઈ લિમિટ નથી, તમે ઈચ્છો તેટલા લાખો કે કરોડો રૂપિયા પૂરી સુરક્ષા સાથે આમાં રોકી શકો છો.
લોક-ઇન પિરિયડ અને પૈસા ઉપાડવાના નિયમો
આ સ્કીમમાં રોકાણ કરતા પહેલા તેનો લોક-ઇન પિરિયડ સમજવો ખૂબ જરૂરી છે. આ બોન્ડની પાકતી મુદત (મેચ્યોરિટી) 7 વર્ષની હોય છે. એટલે કે 7 વર્ષ પહેલા પૈસા ઉપાડી શકાય નહીં. 60 થી 70 વર્ષની ઉંમરના રોકાણકારો 6 વર્ષ પછી પૈસા પાછા ખેંચી શકે છે. 70 થી 80 વર્ષના રોકાણકારો 5 વર્ષ પછી પૈસા ઉપાડી શકે છે. 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે આ મુદત માત્ર 4 વર્ષની છે.
ટેક્સના નિયમો શું છે?
આ બોન્ડમાંથી થતી કમાણીસંપૂર્ણપણે ટેક્સેબલ છે. એટલે કે તમને મળતું વ્યાજ તમારી કુલ વાર્ષિક આવકમાં ઉમેરાશે અને તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ લાગશે. જો એક નાણાકીય વર્ષમાં સામાન્ય નાગરિકનું વ્યાજ 10,000 રૂપિયાથી વધુ (અને સિનિયર સિટીઝન માટે 50,000 રૂપિયાથી વધુ) થાય છે, તો બેન્ક નિયમ મુજબ TDS કાપશે.
આ બોન્ડ્સ ક્યાંથી અને કેવી રીતે ખરીદવા?
તમે દેશની મોટી સરકારી બેન્કો (જેમ કે SBI, PNB) અથવા પસંદગીની પ્રાઇવેટ બેન્કો (જેમ કે HDFC Bank, ICICI Bank, Axis Bank) ની બ્રાન્ચમાં જઈને અથવા તેમની નેટ બેન્કિંગ/મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન આ બોન્ડ્સ સરળતાથી ખરીદી શકો છો.
ખાસ નોંધ: આ બોન્ડ્સ તમને ડિજિટલ સ્વરૂપમાં 'બોન્ડ લેજર એકાઉન્ટ' (BLA) હેઠળ મળે છે. તમે આ બોન્ડ કોઈ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકતા નથી અને તેને ગીરવે મૂકીને બેન્કમાંથી કોઈ લોન પણ લઈ શકતા નથી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.