EPFO: EPFO સબ્સ્ક્રાઇબર્સ લાંબા સમયથી તેમના PF વ્યાજની રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2022 પૂરું થઈ ગયું છે અને નવું વર્ષ શરૂ થઈ ગયું છે પરંતુ હજુ સુધી પીએફ પર વ્યાજના પૈસા આવ્યા નથી. જો મીડિયામાં આવી રહેલા સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો સરકાર જાન્યુઆરીના અંત સુધીમાં પીએફ પર વ્યાજના પૈસા ટ્રાન્સફર કરી શકે છે. જો તમે પણ આ ઇન્ટરસ્ટની રાહ જોઈ રહ્યા છો, તો તમારે આ કામ ઝડપથી કરવું પડશે. જેથી કરીને તમે તમારું વર્તમાન બેલેન્સ પણ જાણી શકો. જ્યારે પીએફનું વ્યાજ તમારા ખાતામાં ટ્રાન્સફર થાય છે, ત્યારે તમે જાણી શકો છો કે તમને 8.1 ટકાના દરે કેટલું વ્યાજ મળ્યું છે.

