Updated Income Tax Return: બજેટ 2025માં ટેક્સપેયર્સ માટે અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR-U) ફાઇલ કરવાની સમય લિમિટ બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે. આનાથી ટેક્સપેયર્સને ભૂલો સુધારવા, ખૂટતી આવક જાહેર કરવા અને ટેક્સ કાયદાઓનું પાલન કરવા માટે વધુ સમય મળશે. સરકારની આ પહેલથી સામાન્ય ટેક્સપેયર્સને કેવી રીતે ફાયદો થશે તે જાણીએ. જો તમારે પણ તમારું અપડેટેડ રિટર્ન ફાઇલ કરવું પડે તો તમે તે કેવી રીતે કરી શકશો? અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.