રૂપે (RuPay) ક્રેડિટ કાર્ડ હવે દેશની મોટાભાગની સરકારી અને ખાનગી બેન્કો જેમ કે SBI, HDFC બેન્ક, ICICI બેન્ક, PNB, એક્સિસ બેન્ક તેમજ અનેક પ્રાદેશિક અને સહકારી બેન્કો દ્વારા ઉપલબ્ધ છે. UPI દ્વારા થતાં લેવડ-દેવડ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે, જેનું મુખ્ય કારણ તેની સરળ અને ઝડપી ચૂકવણી પ્રોસેસ છે. Google Pay, PhonePe અને Paytm જેવી એપ્સે ડિજિટલ પેમેન્ટને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અત્યાર સુધી મોટાભાગના લોકો આ એપ્સ સાથે ડેબિટ કાર્ડ જોડતા હતા, પરંતુ હવે Google Pay સહિત ઘણી એપ્સ રૂપે ક્રેડિટ કાર્ડ લિંક કરવાની સુવિધા આપે છે. જો તમારી પાસે રૂપે ક્રેડિટ કાર્ડ છે, તો તમે Google Pay દ્વારા ઑફલાઇન દુકાનો અને ઑનલાઇન પ્લેટફોર્મ પર સુરક્ષિત અને સરળ ચૂકવણી કરી શકો છો.