જો તમે કામ કરતા વ્યક્તિ છો, તો તમારી પાસે PF એકાઉન્ટ પણ હોવું જરૂરી છે. પીએફ એકાઉન્ટ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) દ્વારા સંચાલિત થાય છે. દરેક પીએફ ખાતા માટે EPFO દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જારી કરવામાં આવે છે. કોઈપણ પીએફ ખાતા માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર સૌથી મહત્વપૂર્ણ છે. તેના દ્વારા પીએફ એકાઉન્ટનું સંચાલન થાય છે. જો કે ઘણી વખત એવી સમસ્યા ઉભી થાય છે કે આપણે આપણો એકાઉન્ટ નંબર ભૂલી જઈએ છીએ, આવી સ્થિતિમાં આપણે ગભરાવાની જરૂર નથી, આપણે આપણો UAN નંબર ફરીથી સરળતાથી જાણી શકીએ છીએ.

