બજેટમાં નવી ટેક્સ વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ટેક્સમુક્ત કરવામાં આવી છે. તે જ સમયે, પગારદાર વર્ગને 75 હજાર રૂપિયાનું અલગથી સ્ટાડર્ડ ડિડક્શન પણ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે પગારદાર વર્ગને 12.75 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ફેરફાર પછી, જો તમે હોમ લોન લીધી હોય, તો તમારા માટે કયો ટેક્સ સિસ્ટમ પસંદ કરવો ફાયદાકારક રહેશે. ચાલો બંને ટેક્સ વ્યવસ્થામાં આવક મુજબ સંપૂર્ણ ગણતરી સમજીએ.