ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના વર્કફ્લોને ઘણો ડિજિટલ બનાવ્યો છે. હવે રિટર્નની પ્રોસેસિંગથી લઈને રિફંડ સુધીનું કામ સોફ્ટવેરની મદદથી પૂરું થાય છે. ITR ફોર્મનું સ્કૂટિની પણ સોફ્ટવેર જ કરે છે. જો તમને ઇનકમ ટેક્સ નોટિસ મળે, તો પૅનિક થવાની કોઈ જરૂર નથી. યોગ્ય કેર અને ઇન્ફોર્મેશન સાથે તમે તેને સરળતાથી હેન્ડલ કરી શકો છો.