IRCTC Kashmir Tour Package: ઉનાળાના વેકેશનમાં મોટાભાગના લોકો પહાડો અને ઠંડા વિસ્તારોમાં જવાનું પસંદ કરે છે. કાશ્મીર ભારતમાં એક એવું સ્થળ છે જ્યાં દરેક ભારતીય પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વાર ફરવા માંગે છે. જો તમે પણ આ ઉનાળાના વેકેશનમાં કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC એક સારું ટૂર પેકેજ ઓફર કરી રહ્યું છે. કાશ્મીર ટૂર પેકેજની ખાસિયત એ છે કે આ 6 દિવસના ટૂર પેકેજમાં તમને ઓલ રાઉન્ડ ટ્રીપ ફ્લાઈટ, હોટેલ અને ફૂડ મળશે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC), જે ભારતીય રેલ્વેની પેટાકંપની છે, કાશ્મીરની મુલાકાત લેવા માટે સસ્તા ટૂર પેકેજ ઓફર કરી રહી છે. જો તમે પણ ફ્લાઈટ અને હોટલ બુક કરાવવાની ઝંઝટથી બચવા ઈચ્છો છો, તો તમે IRCTCનું ટૂર પેકેજ લઈ શકો છો.

