રિલાયન્સ જિયો, દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની, તેના 49.5 કરોડથી વધુ ગ્રાહકો માટે હંમેશા નવીન અને આકર્ષક સર્વિસ લાવે છે. જિયોએ તાજેતરમાં પોતાની બ્રોડબેન્ડ સર્વિસને અપગ્રેડ કરીને જિયો ફાઈબરનું નામ બદલીને જિયો હોમ કર્યું છે. આ સર્વિસ હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સાથે અનેક બેનિફિટ્સ પ્રોવાઇડ કરે છે, જેમાં 1Gbps સુધીની ઝડપ અને 800થી વધુ ટીવી ચેનલ્સની મફત ઍક્સેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઘણા ઓટીટી પ્લેટફોર્મનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.