Get App

LPG Cylinder: બુકિંગના માત્ર 2.5 દિવસમાં મળશે સિલિન્ડર, સરકારે કહ્યું- દેશમાં ગેસની કોઈ અછત નથી, પેનિક બુકિંગ ટાળો

LPG ગેસની અછતની અફવાઓ વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે બુકિંગના 2.5 દિવસમાં સિલિન્ડર મળશે. સરકારે ગ્રાહકોને ગભરાઈને પેનિક બુકિંગ ન કરવા અપીલ કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 11, 2026 પર 6:20 PM
LPG Cylinder: બુકિંગના માત્ર 2.5 દિવસમાં મળશે સિલિન્ડર, સરકારે કહ્યું- દેશમાં ગેસની કોઈ અછત નથી, પેનિક બુકિંગ ટાળોLPG Cylinder: બુકિંગના માત્ર 2.5 દિવસમાં મળશે સિલિન્ડર, સરકારે કહ્યું- દેશમાં ગેસની કોઈ અછત નથી, પેનિક બુકિંગ ટાળો
છેલ્લા અઠવાડિયે કતાર દેશે ગેસ ઉત્પાદન રોકવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે ભારતમાં સપ્લાય ખોરવાશે તેવી ચિંતા ઉભી થઈ હતી.

LPG Cylinder: હાલમાં બજારમાં LPG ગેસ સિલિન્ડરની અછત હોવાની અનેક અફવાઓ ચાલી રહી છે, જેના કારણે લોકોમાં ગભરાહટ જોવા મળી રહ્યો છે. પરંતુ કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરીને દેશના સામાન્ય નાગરિકોને મોટી રાહત આપી છે. સરકારે ખાતરી આપી છે કે દેશમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

બુકિંગના 2.5 દિવસમાં જ મળશે સિલિન્ડર

11 માર્ચના રોજ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય (MoPNG) ના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશની જનતાને સાચી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ઘરેલુ LPG ની સામાન્ય ડિલિવરી સાયકલ પહેલાની જેમ જ ચાલી રહી છે. ગ્રાહકોએ સિલિન્ડર બુક કરાવ્યાના લગભગ 2.5 દિવસની અંદર જ તેમને ગેસની ડિલિવરી મળી જશે.

પેનિક બુકિંગ કરવાની કોઈ જરૂર નથી

સરકારે ગ્રાહકોને ખાસ અપીલ કરી છે કે તેઓ અછતની અફવાઓથી ગભરાઈને ઉતાવળમાં વધારે સિલિન્ડરનું એડવાન્સ બુકિંગ કે ઘરમાં સ્ટોક ન કરે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની વધેલી કિંમતોનો બોજ સરકારે પોતાના માથે લીધો છે અને ગ્રાહકો પર પડવા દીધો નથી. આજ કારણ છે કે પડોશી દેશોની સરખામણીમાં ભારતમાં LPG હજુ પણ સસ્તો છે.

શા માટે ઉભી થઈ હતી ચિંતા?

છેલ્લા અઠવાડિયે કતાર દેશે ગેસ ઉત્પાદન રોકવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે ભારતમાં સપ્લાય ખોરવાશે તેવી ચિંતા ઉભી થઈ હતી. કતાર ભારતને સૌથી વધુ LNG સપ્લાય કરતો દેશ છે. મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. જોકે, સરકારના જણાવ્યા મુજબ ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે Liquefied Natural Gasના 2 મોટા કાર્ગો હાલમાં ભારત તરફ આવી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો