Rules Changing from 1st February 2023: બજેટ 2023 બે દિવસ પછી એટલે કે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. બજેટમાં કરદાતાઓને થોડી રાહત મળી શકે તેવી અપેક્ષા છે. એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. આવતા મહિનાથી પેકેજિંગ અને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જો તમે આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેશો તો 10,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. ચાલો જાણીએ આ નવા નિયમોની વિગતો.

