Crop Insurance: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY)માં મહત્વના ફેરફારો કરીને ખેડૂતોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ આ સુધારાઓની વિગતો આપતાં જણાવ્યું કે, આ ફેરફારો રાજ્ય સરકારોની ચૂકના કારણે ખેડૂતોને થતા નુકસાનને રોકવા અને તેમને યોગ્ય લાભ આપવા માટે કરવામાં આવ્યા છે. આ ઘોષણા રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલ દ્વારા સંસદમાં પૂછાયેલા સવાલના જવાબમાં કરવામાં આવી હતી.