જો તમે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે હવે યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA) દ્વારા આ ફી લગાવવાની મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત મુસાફરોને એરપોર્ટનો ઉપયોગ કરવા માટે નિર્ધારિત શુલ્ક ચૂકવવો પડશે.