New Pension Rules: કેન્દ્ર સરકારે પેન્શન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે જાહેર ક્ષેત્ર (PSU) માં શિસ્ત કાર્યવાહી હેઠળ સેવામાંથી દૂર કરાયેલા કર્મચારીઓ હવે પેન્શન સહિત તેમના તમામ નિવૃત્તિ લાભોથી વંચિત રહી શકે છે. આ ફેરફાર 22 મેથી સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) સુધારા નિયમો, 2025 દ્વારા અમલમાં આવ્યો છે.