Get App

UPIના નવા નિયમો: હવે રેલવેથી લઈને પેટ્રોલ પંપ સુધીના મોટા પેમેન્ટ પર લાગશે માત્ર 5 રૂપિયાનો ફ્લેટ ચાર્જ!

UPI new rules: NPCI એ UPI પેમેન્ટ માટે નવો MDR નિયમ જાહેર કર્યો છે. આવતા મહિનાની 15 તારીખથી પેટ્રોલ પંપ, રેલવે અને બિલ પેમેન્ટ જેવા 5 સેક્ટરમાં 2000થી મોટા વ્યવહાર પર માત્ર 5 રૂપિયાનો ફ્લેટ ચાર્જ લાગશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2026 પર 1:16 PM
UPIના નવા નિયમો: હવે રેલવેથી લઈને પેટ્રોલ પંપ સુધીના મોટા પેમેન્ટ પર લાગશે માત્ર 5 રૂપિયાનો ફ્લેટ ચાર્જ!UPIના નવા નિયમો: હવે રેલવેથી લઈને પેટ્રોલ પંપ સુધીના મોટા પેમેન્ટ પર લાગશે માત્ર 5 રૂપિયાનો ફ્લેટ ચાર્જ!
સામાન્ય નિયમ પ્રમાણે જો 10000 રૂપિયાનું UPI પેમેન્ટ થાય, તો 0.4% લેખે વેપારીએ 40 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે. પરંતુ નવા ફ્લેટ-રેટ મોડેલ મુજબ, પસંદ કરેલા સેક્ટર્સમાં 10000 ના પેમેન્ટ પર માત્ર 5 રૂપિયા જ કપાશે.

UPI new rules: ડિજિટલ પેમેન્ટ કરતા ગ્રાહકો અને ખાસ કરીને વેપારીઓ માટે એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ટ્રાન્ઝેક્શન્સ માટે નવું MDR મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આ નવા નિયમો આવતા મહિનાની 15 તારીખથી સત્તાવાર રીતે લાગુ થઈ જશે.

2000 રૂપિયા સુધીનો વ્યવહાર બિલકુલ ફ્રી

નવા નિયમ મુજબ, જો તમે દુકાનદાર કે વેપારીને 2000 રૂપિયાથી ઓછું પેમેન્ટ કરો છો, તો તેના પર MDR શૂન્ય રહેશે. પરંતુ જો પર્સન-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનની રકમ 2000 રૂપિયાથી વધુ હશે, તો તેના પર 0.4% ના દરે MDR લાગુ પડશે.

વેપારીઓને મોટી રાહત: ફ્લેટ 5 રૂપિયાનું નવું મોડેલ

સરકારે એવા વેપારીઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે, જ્યાં ટ્રાન્ઝેક્શનની રકમ મોટી હોય છે પણ નફાનું માર્જિન ખૂબ ઓછું હોય છે. આ માટે UPI MDR ફ્લેટ રેટ મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. આ મોડેલ હેઠળ, નિર્ધારિત કરેલા 5 સેક્ટરમાં 2001 રૂપિયા કે તેથી વધુ ગમે તેટલું મોટું પેમેન્ટ કરવામાં આવે, તો પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન માત્ર 5 રૂપિયા જ MDR લાગશે.

આને એક ઉદાહરણથી સમજીએ, સામાન્ય નિયમ પ્રમાણે જો 10000 રૂપિયાનું UPI પેમેન્ટ થાય, તો 0.4% લેખે વેપારીએ 40 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે. પરંતુ નવા ફ્લેટ-રેટ મોડેલ મુજબ, પસંદ કરેલા સેક્ટર્સમાં 10000 ના પેમેન્ટ પર માત્ર 5 રૂપિયા જ કપાશે.

આ 5 મુખ્ય સેક્ટર્સમાં મળશે ફ્લેટ 5 રૂપિયા MDR નો લાભ:-

બધા સમાચાર

+ વધુુ વાંચો