EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) હેઠળ આવતા કરોડો કર્મચારીઓની સુવિધા માટે એક મોટું સ્ટેપ લેવામાં આવ્યું છે. EPFO એ હવે કર્મચારીની ડિટેલ્સ અપડેટ કરવાની સમગ્ર પ્રોસેસને ખૂબ જ સરળ બનાવી દીધી છે. નવા ફેરફાર હેઠળ, આધાર-માન્ય યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ધરાવતા કર્મચારીઓ હવે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા વિના તેમની વ્યક્તિગત ડિટેલ્સ અપડેટ કરી શકે છે.