એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સબ્સ્ક્રાઇબર્સ હવે પર્સનલ જરૂરિયાતો માટે તેમના PF ખાતામાંથી એક સમયે 1 લાખ સુધી ઉપાડી શકે છે. અત્યાર સુધી આ મર્યાદા 50,000 હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જો તમે EPFO યોગદાનકર્તા છો અને પરિવારમાં કોઈ કટોકટી હોય તો તમે હવે વધુ રકમ ઉપાડી શકો છો. એકસાથે ઉપાડની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારની આ પહેલથી લાખો પીએફ ખાતાધારકોને ફાયદો થશે.