Get App

National Pension System Exit Rules: NPS એકાઉન્ટ હોલ્ડરને મળી મોટી રાહત, હવે આ કામ માટે નહીં ચૂકવવા પડે પૈસા, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર

National Pension System Exit Rules: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમના કરોડો સબસ્ક્રાઇબર્સને મોટી રાહત આપી છે. PFRDA એ 27 જુલાઈ, 2023 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું, પેન્શન સ્કીમમાંથી બહાર નીકળવાના નિયમો અંગે સ્પષ્ટતા જાહેર કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 30, 2023 પર 7:28 PM
National Pension System Exit Rules: NPS એકાઉન્ટ હોલ્ડરને મળી મોટી રાહત, હવે આ કામ માટે નહીં ચૂકવવા પડે પૈસા, સરકારે નિયમોમાં કર્યા ફેરફારNational Pension System Exit Rules: NPS એકાઉન્ટ હોલ્ડરને મળી મોટી રાહત, હવે આ કામ માટે નહીં ચૂકવવા પડે પૈસા, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર
NPSના એક્ઝિટ નિયમોને સરળ બનાવવા ઉપરાંત, PFRDAએ એ પણ જાણ કરી છે કે સબસ્ક્રાઇબર્સને કોઈપણ પ્રકારની વાર્ષિકી સેવા પસંદ કરવા માટે વધારાના શુલ્ક ચૂકવવા પડશે નહીં.

National Pension System Exit Rules: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમના કરોડો સબસ્ક્રાઇબર્સને મોટી રાહત આપી છે. PFRDA એ 27 જુલાઈ, 2023ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં પેન્શન સ્કીમમાંથી બહાર નીકળવાના નિયમોની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સૂચના અનુસાર, NPS સબ્સ્ક્રાઇબર્સ હવે પેન્શન ફંડમાંથી બહાર નીકળતાની સાથે જ કોઈપણ વાર્ષિકી યોજના પસંદ કરી શકે છે. આ ઓપ્શન સબસ્ક્રાઇબરની જરૂરિયાત મુજબ હશે. આવી સ્થિતિમાં તેમની પાસેથી આ કામ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

પેન્શન ઉપાડના આસાન નિયમો

PFRDAએ નેશનલ પેન્શન સિસ્ટમના લાભાર્થીઓ માટે યોજનામાંથી બહાર નીકળવાનું સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જો કોઈ કસ્ટમર નિવૃત્તિ પછી આ યોજનામાંથી બહાર નીકળવા માંગે છે, તો તે સરળતાથી તેમાંથી બહાર નીકળી શકે છે. NPSના એક્ઝિટ નિયમો વિશે માહિતી આપવા માટે, PFRDAએ સરકાર, POPs અને નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટના નોડલ અધિકારીઓને NPS સબસ્ક્રાઇબર્સને તેમની જરૂરિયાતો અનુસાર યોજના પસંદ કરવામાં મદદ કરવાનો આદેશ આપ્યો છે. આનાથી લાભાર્થીઓને આગળ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

ચાર્જ ચૂકવવો પડશે નહીં

બધા સમાચાર

+ વધુુ વાંચો