Get App

PMVBRY પોર્ટલ લોન્ચ: 3.5 કરોડ રોજગાર માટે 99,446 કરોડનું રોકાણ

PMVBRY: કેન્દ્ર સરકારે PMVBRY પોર્ટલ લોન્ચ કર્યું, જે 2025-27 દરમિયાન 3.5 કરોડ રોજગાર સર્જન માટે 99,446 કરોડ રૂપિયા ફાળવશે. નોકરીદાતા અને કર્મચારીઓ ‘ઉમંગ’ એપ દ્વારા યોજનાનો લાભ લઈ શકશે. વધુ જાણો.

MoneyControl Newsઅપડેટેડ Aug 19, 2025 પર 2:18 PM
PMVBRY પોર્ટલ લોન્ચ: 3.5 કરોડ રોજગાર માટે 99,446 કરોડનું રોકાણPMVBRY પોર્ટલ લોન્ચ: 3.5 કરોડ રોજગાર માટે 99,446 કરોડનું રોકાણ
નોકરીદાતા અને કર્મચારીઓ PMVBRY પોર્ટલ અથવા ‘ઉમંગ’ એપ દ્વારા UAN નોંધણી કરીને આ યોજનાનો લાભ લઈ શકે છે.

Pradhan Mantri Vikasp Bharat Rozgar Yojana: કેન્દ્ર સરકારે સોમવારે ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PMVBRY) નું પોર્ટલ લોન્ચ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય 1 ઓગસ્ટ, 2025થી 31 જુલાઈ, 2027 સુધી દેશમાં 3.5 કરોડથી વધુ રોજગારની તકો સર્જવાનો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ પોર્ટલની રજૂઆત કરતાં જણાવ્યું કે આ યોજના હેઠળ 99,446 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેનો લાભ નોકરીદાતા અને પ્રથમ વખત નોકરી કરનારા બંને લઈ શકશે.

કર્મચારીઓ માટે પ્રોત્સાહન રાશિ

આ યોજના બે ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ભાગ હેઠળ, જે કર્મચારીઓ પ્રથમ વખત શ્રમબળનો હિસ્સો બને છે, તેઓને મહત્તમ 15,000 રૂપિયા માસિક વેતન (બેઝિક+DA) સુધી એક મહિનાના વેતનની સરેરાશ પ્રોત્સાહન રાશિ બે હપ્તામાં આપવામાં આવશે. આ યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીનું કુલ વેતન મેળવનારા કર્મચારીઓ પાત્ર રહેશે.

નોકરીદાતાઓ માટે લાભ

યોજનાના બીજા ભાગમાં નોકરીદાતાઓને પ્રોત્સાહન આપવાનું આયોજન છે. નોકરીદાતાઓ માટે ત્રણ સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે:

10,000 રૂપિયા માસિક વેતન પર 1,000 રૂપિયા

10,000થી 20,000 રૂપિયા વેતન પર 2,000 રૂપિયા

બધા સમાચાર

+ વધુુ વાંચો