ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) એ તેના ખાતાધારકો માટે ચેતવણી જાહેર કરી છે. વાસ્તવમાં પોસ્ટ ઓફિસના ઘણા કસ્ટમર્સને પાન કાર્ડ સંબંધિત સંદેશા મળ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના પાન કાર્ડની વિગતો અપડેટ ન કરવાને કારણે તેમનું એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે. પોસ્ટ ઓફિસ ખાતાધારકોને પાન કાર્ડ નંબર અપડેટ કરવાની લિંક પણ આપવામાં આવી છે. જોકે, આ બધું છેતરપિંડી ખાતર કરવામાં આવ્યું છે. જો તમને પણ આ SMS અથવા મેલ આવ્યો હોય તો સાવધાન. આવો જાણીએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે આ મેસેજ અંગે શું કહ્યું છે.