Old Pension Scheme: રેલ્વે કર્મચારી સંઘે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના રિસ્ટોર કરવાની માંગ કરી છે. ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશનની પ્રતિનિધિ સભાની બેઠકમાં આ માંગ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ફેડરેશનના જનરલ સેક્રેટરી શિપ ગોપાલ મિશ્રાએ કહ્યું કે ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશનની બેઠકમાં સરકારી કર્મચારીઓએ સરકાર પાસે જૂની પેન્શન યોજનાની માંગ કરી છે.