રિકરિંગ ડિપોઝિટ (RD) એ નાણાંનું રોકાણ કરવાની બીજી સિક્યોર રીત છે. આરડીએ વળતરની ખાતરી આપી છે. બેન્કો 1 થી 10 વર્ષના સમયગાળા માટે RD ઓફર કરે છે. તે ઇન્વેસ્ટર્સને દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં અને ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે ફંડ બનાવવા માટે મદદ કરે છે. તે મ્યુચ્યુઅલ ફંડની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ની જેમ કામ કરે છે. એટલે કે તમારે તેમાં દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવું પડશે. આના પર, તમને પૂર્વ-નિશ્ચિત વ્યાજ મળે છે. જો કે, આ માટે તમારી પાસે દર મહિને રોકાણ કરવા માટે જરૂરી રકમ હોવી જરૂરી છે. આ રોકાણ તે લોકો માટે યોગ્ય છે જેમની પાસે એકસાથે રોકાણ કરવા માટે પૈસા નથી પરંતુ તેમની પાસે નિયમિત આવક છે જેમાં તેઓ કેટલાક પૈસા રોકી શકે છે. આપને જણાવી જઇએ કે RDમાં રોકાણ પર મળેલી આવક પર ટેક્સ લાગે છે. RD માં રોકાણ કરેલ નાણા અને મેળવેલ વ્યાજ બંને ટેક્સેબલ છે.

