Reliance Jio: દેવભૂમિ ઉત્તરાખંડના ચારધામ-બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિર સંકુલમાં રિલાયન્સ જિયોએ તેની ટ્રુ 5જી સેવા શરૂ કરી છે. બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાના અવસર પર Jioની 5G સેવા શરૂ કરવામાં આવી છે. દેશભરમાંથી ચારધામ પહોંચતા લાખો શ્રદ્ધાળુઓને 5Gની અલ્ટ્રા હાઇ સ્પીડનો લાભ મળવાની અપેક્ષા છે.

