PPF Interest Rate: સરકારે જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટર માટે તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરો સ્થિર રાખ્યા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) દેશની સૌથી પોપ્યુલર યોજનાઓમાંની એક છે. સરકાર આના પર 7.1% વ્યાજ આપી રહી છે. PPF પર આ દર 1 જાન્યુઆરી, 2025 થી 31 માર્ચ, 2025 સુધી લાગુ રહેશે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે 31 ડિસેમ્બર 2024ના રોજ નાની બચત યોજના પર વ્યાજની જાહેરાત કરી હતી.

