દેશની સૌથી મોટી ઈન્શ્યોરેન્સ કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (LIC) બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે પ્લાન ઑફર કરે છે, જે નાની-નાની બચતના દ્વારા પણ મોટા ફંડ એકત્ર કરવામાં મદદરૂપ થાય છે. આવી જ એક અદ્ભુત પૉલિસી છે – એલઆઈસી જીવન પ્રગતિ (LIC Jeevan Pragati), જેમાં તમે દરરોજ 200 રૂપિયાની બચત કરીને 28 લાખ રૂપિયા મેળવી શકો છો. પૉલિસી ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છે તો આ પૉલિસી તમારા માટે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.