Get App

8th Pay Commission: 8મા પગાર પંચના આ નિયમથી 69 લાખ પેન્શનરોના જીવ તાળવે ચોંટ્યા, PM મોદી પાસે કરાઈ આ મોટી માંગ

8th Pay Commission: 8મા પગાર પંચના નિયમોમાં પેન્શન રિવિઝનને લઈને મોટો છબરડો. 69 લાખ પેન્શનરો ચિંતામાં મુકાયા. REWA એ PM મોદીને પત્ર લખીને ToR માં તાત્કાલિક સુધારાની માંગ કરી. જાણો શું છે સમગ્ર મામલો.

MoneyControl Newsઅપડેટેડ Sep 10, 2026 પર 10:29 AM
8th Pay Commission: 8મા પગાર પંચના આ નિયમથી 69 લાખ પેન્શનરોના જીવ તાળવે ચોંટ્યા, PM મોદી પાસે કરાઈ આ મોટી માંગ8th Pay Commission: 8મા પગાર પંચના આ નિયમથી 69 લાખ પેન્શનરોના જીવ તાળવે ચોંટ્યા, PM મોદી પાસે કરાઈ આ મોટી માંગ
પેન્શનર એસોસિએશનએ વડાપ્રધાન મોદી સમક્ષ મુખ્ય 2 માંગણીઓ મૂકી છે

8th Pay Commission Pension Revision: 8મા પગાર પંચને લઈને હાલમાં સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે જોરશોરથી બેઠકો ચાલી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે દેશના આશરે 69 લાખ જેટલા પેન્શનરો અને ફેમિલી પેન્શનરોના જીવ તાળવે ચોંટી ગયા છે. તેમના મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે, શું નવું પગાર પંચ તેમના પેન્શનમાં વધારો કરશે કે નહીં?

પેન્શનરોની આ મૂંઝવણ અને ડરને દૂર કરવા માટે રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલ્ફેર એસોસિએશન એ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોટી માંગ કરી છે. આવો સરળ ભાષામાં સમજીએ કે આખો વિવાદ શું છે અને પેન્શનરો શા માટે ટેન્શનમાં છે.

આ નિયમમાં છે મોટી ખામી, જેનાથી વધ્યું ટેન્શન

REWAના જણાવ્યા અનુસાર, પેન્શનરોમાં ઉભી થયેલી આ ગેરસમજનું મુખ્ય કારણ 8મા પગાર પંચના Terms of Reference (ToR) નો પોઈન્ટ 2(e) છે. આ નિયમમાં ડેથ-કમ-રિટાયરમેન્ટ ગ્રેચ્યુઈટી (DCRG), NPS, UPS અને પેન્શન માળખાની સમીક્ષા કરવાની વાત તો લખી છે, પરંતુ તે માત્ર વર્તમાન 'કર્મચારીઓ' ને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે.

સૌથી મોટી ચિંતા એ છે કે આ નિયમોમાં 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થઈ ચૂકેલા પેન્શનરો અને ફેમિલી પેન્શનરોનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ જ કારણથી લાખો પેન્શનરો ડરી રહ્યા છે કે ક્યાંક પંચની ભલામણો માત્ર નોકરી કરતા કર્મચારીઓ પૂરતી જ સીમિત ના રહી જાય.

જૂના પગાર પંચ કરતા આ પંચ કેવી રીતે અલગ છે?

REWA એ પીએમ મોદીને લખેલા પત્રમાં જૂના આંકડાઓનો હવાલો આપતા જણાવ્યું છે કે, અગાઉના 5મા, 6ઠા અને 7મા પગાર પંચના નિયમોમાં જૂના પેન્શનરોના પેન્શન રિવિઝન અને 'પેન્શનર' તથા 'ફેમિલી પેન્શનર' જેવા શબ્દોનો એકદમ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવતો હતો. જ્યારે આ વખતે નિયમો ગોળગોળ છે. આ અંગે નાણામંત્રી પાસે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો