ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી રહ્યું છે. પરંતુ, રોકડનો ઉપયોગ હજુ પણ ચાલુ છે. આ વર્ષે રોકડની માંગમાં વધઘટ જોવા મળી હતી. લોકસભાની ચૂંટણી, તહેવારો અને સારી કૃષિ પેદાશો દરમિયાન રોકડની માંગ વધી છે. ચૂંટણી અને તહેવારો બાદ રોકડની માંગમાં ઘટાડો થયો છે. આ માહિતી ભારતીય રિઝર્વ બેન્કના ડેટા પરથી મળી છે.