PF ATM Withdrawal: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO ટૂંક સમયમાં PF ઉપાડવાની પદ્ધતિમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે EPFO 3.0 હેઠળ, હવે સીધા ATM માંથી PF ઉપાડવાનું સરળ બનશે. આનો અર્થ એ થયો કે હવે લાંબી ઔપચારિકતાઓ, ઓફિસોમાં દોડાદોડ અને નોકરીદાતાની મંજૂરી મેળવવાની ઝંઝટનો અંત આવશે.