RBI Portal: કેન્દ્રીય નાણાં મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા એક એવું ખાસ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી સામાન્ય નાગરિકોને ઘણો ફાયદો થશે. આ નવા ઇન્ટીગ્રેટ પોર્ટલ દ્વારા તમે તમારી લાવારિસ પડી રહેલી બેંક ડિપોઝિટ, પેન્શન ફંડ, શેર, ડિવિડન્ડ અને અન્ય ઘણી સંપત્તિઓને એક જ જગ્યાએ શોધી શકશો અને તેના પર દાવો કરી શકશો. આ એક જ પોર્ટલ દ્વારા નાગરિકોને સુવિધા, પારદર્શિતા અને વિશ્વાસ મળશે, જેનું સંચાલન RBI કરશે.

