ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારે 1 મે પછી વધુ ચાર્જ ચૂકવવો પડશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ATM ઇન્ટરચેન્જ ફીમાં સુધારો કરવાની મંજૂરી આપી છે, જે હવે 1 મે, 2025થી અમલમાં આવશે. આ નિર્ણય બેન્ક કસ્ટમર્સો માટે નાણાકીય અને બિન-નાણાકીય બંને ટ્રાન્જેક્શન્સને અસર કરશે. RBI એ નાણાકીય ટ્રાન્જેક્શન્સ માટે ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરીને 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા કરવાની મંજૂરી આપી છે. બેલેન્સ પૂછપરછ જેવા અન્ય બિન-નાણાકીય ટ્રાન્જેક્શન્સમાં પણ 1 રૂપિયાનો વધારો થશે, જેનાથી તે 6 રૂપિયાને બદલે 7 રૂપિયા થશે.