L&T Technology Share Price : એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટર દરમિયાન L&T ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડનો ચોખ્ખો કોન્સોલિડેટેડ નફો 0.67 ટકા વધીને રુપિયા 315.7 કરોડ થયો. તે એક વર્ષ પહેલા રુપિયા 313.6 કરોડ હતો. કામગીરીમાંથી કોન્સોલિડેટેડ આવક રુપિયા 2866 કરોડ રહી. આ જૂન 2024 ક્વાર્ટરની આવક રુપિયા 2461.9 કરોડ કરતાં 16.4 ટકા વધુ છે. બજારને કંપનીના પરિણામો ગમ્યા છે. પરિણામોના બીજા દિવસે IT ક્ષેત્રના આ શેરમાં ઉછાળો જોવા મળ્યો. આજે બપોરે 12.13 વાગ્યે, શેર 92 રૂપિયા અથવા 2.13 ટકા વધીને 4435ની આસપાસના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. ચાર બ્રોકરેજિસે આ અંગે અલગ અલગ મંતવ્યો આપ્યા છે.