રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્મોલ ફાયનાન્સ બેંકો માટે નવો સરક્યુલર જારી કર્યો છે, જે FY26થી લાગૂ થશે. આ નવા નિયમો હેઠળ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની જરૂરિયાતને 75%થી ઘટાડીને 60% કરવામાં આવી છે. આ પગલું SFBs માટે મોટી રાહત સાબિત થઈ શકે છે, જેની સીધી અસર આ સેક્ટરના સ્ટોક્સ અને લોંગ-ટર્મ ગ્રોથ પર જોવા મળી શકે છે. બ્રોકરેજ ફર્મ્સ જેમ કે મોર્ગન સ્ટેનલી અને સિટીએ આ નિર્ણયને ‘સ્ટ્રક્ચરલ પોઝિટિવ’ ગણાવ્યો છે.