નાણા મંત્રાલય નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ બજેટ 2024 રજૂ કરવા જઈ રહી છે. આ 2024ના બજેમાં ઘણી મહત્વ પૂર્ણ જાહેરાતો થઈ શકે છે. આવનારા ત્રણ મહીનામાં લોકસભા ચૂંટણીને કારણે આ બજેટ અંતરિમ બજેટ તરીકે જાહેર કરવામાં આવશે. આ બજેટમાં ટેક્સને લઈને નાણામંત્રી મોટી જાહેરાતો કરી શકે છે. લોકસભા ચૂંટણી બાદ નવી સરકારના ગઠન બાદ નાણાકીય 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. આવાનારા નાણાકીય વર્ષ માટે બજેટ ફાળવામાં આવે છે, જે આવનારા વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી અમલમાં આવે છે.