Budget 2024: સરકાર આગામી પૂર્ણ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે. અહેવાલો અનુસાર, દેશના ઉદ્યોગ લોબી જૂથોએ નાણાં મંત્રાલયના અધિકારીઓને દેશના મધ્યમ વર્ગ માટે વ્યક્તિગત કર લાભો અને આગામી કેન્દ્રીય બજેટની જાહેરાતમાં પ્રત્યક્ષ કર પ્રણાલીને સરળ બનાવવા માટે વિચારણા કરવા જણાવ્યું છે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા સાથેની બેઠકમાં, CII પ્રેસિડેંટ સંજીવ પુરીએ 20 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો માટે કર રાહતની હિમાયત કરી હતી અને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 40 ટકાનો ઘટાડો થયો છે.