Get App

Budget 2026: આ બજેટ શા માટે મહત્વનું છે, કયા નિર્ણયો પર રહેશે નજર

સ્થાનિક અને વિદેશી રોકાણ વધારવા પર ખાસ ફોકસ રહેશે. સ્વદેશી બજેટની એક મોટી થીમ છે. આંતરરાષ્ટ્રીય સ્થિતિનો સામનો કરવા માટેના ઉપાય છે. ડિરેગ્યુલેશનની તરફનો રોડમેપ આવી શકે છે. સરકારી કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો થશે. ડિફેન્સ સેક્ટર પર ફાળવણીમાં મોટો વધારો શક્ય છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2026 પર 9:49 AM
Budget 2026: આ બજેટ શા માટે મહત્વનું છે, કયા નિર્ણયો પર રહેશે નજરBudget 2026: આ બજેટ શા માટે મહત્વનું છે, કયા નિર્ણયો પર રહેશે નજર
Budget 2026: આ વર્ષનું બજેટ અલગ અને ઐતિહાસિક હશે, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ અને US ટેરિફ વચ્ચે આજે નાણા મંત્રી દેશનું બજેટ રજૂ કરશે.

Budget 2026: નાણામંત્રી નિર્મળા સીતારમણ ટૂંક સમયમાં 2026-27નું બજેટ રજૂ કરવાના છે. શેરબજાર સહિત સમગ્ર રાષ્ટ્ર બજેટની જાહેરાતો પર નજર રાખી રહ્યું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત નવમું બજેટ હશે. આ વર્ષનું બજેટ ઐતિહાસિક પણ છે કારણ કે, 26 વર્ષમાં પહેલી વાર, તે રવિવારે રજૂ થઈ રહ્યું છે. આ વર્ષનું બજેટ અલગ અને ઐતિહાસિક હશે, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ અને US ટેરિફ વચ્ચે આજે નાણા મંત્રી દેશનું બજેટ રજૂ કરશે. કેવું રહેશે બજેટ અને શું હશે આ બજેટમાં ખાસ તેની વિગતો લઈએ અમારી સહયોગી ચેનલ સીએનબીસી-બજારના લક્ષ્મણ રોય પાસેથી.

સૂત્રો પાસેથી EXCLUSIVE

આ વખતનું બજેટ અગાઉની સરખામણીએ અલગ હશે. બજેટ અલગ અને ઐતિહાસિક હશે. FM પાર્ટ Bમાં વિસ્તારથી રજૂઆત કરશે. અત્યાર સુધી પાર્ટ Aમાં વિસ્તારથી વિવરણ થતું હતું. પાર્ટ Bમાં ટૂકાં અને લાંબાગાળાના લક્ષ્ય પર ફોકસ હશે. મજબૂત ભારત અને અને ભવિષ્યની સંભાવના પર ભાર રહેશે. બજેટમાં મજબૂત ભારતની સ્થિતિ દેખાશે. દેશ, દુનિયાના અર્થશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચશે બજેટ. પાર્ટ Bમાં આર્થિક વિચાર, પ્રાથમિકતા પર ફોકસ રહેશે.

આજે શું આવી શકે બજેટમાં?

બધા સમાચાર

+ વધુુ વાંચો