Get App

Gujarat Budget 2026-27: યાત્રાધામ અંબાજીમાં કાશી જેવો ભવ્ય કોરિડોર અને દાહોદમાં એરપોર્ટ; પ્રવાસન ક્ષેત્રે માસ્ટરસ્ટ્રોક

ગુજરાત બજેટ 2026-27 માં પ્રવાસન માટે મોટી જાહેરાતો: અંબાજીમાં 300 કરોડનો ભવ્ય કોરિડોર, દાહોદમાં નવું એરપોર્ટ અને 'વેડ ઇન ગુજરાત' અભિયાન. જાણો સંપૂર્ણ વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Feb 18, 2026 પર 3:32 PM
Gujarat Budget 2026-27: યાત્રાધામ અંબાજીમાં કાશી જેવો ભવ્ય કોરિડોર અને દાહોદમાં એરપોર્ટ; પ્રવાસન ક્ષેત્રે માસ્ટરસ્ટ્રોકGujarat Budget 2026-27: યાત્રાધામ અંબાજીમાં કાશી જેવો ભવ્ય કોરિડોર અને દાહોદમાં એરપોર્ટ; પ્રવાસન ક્ષેત્રે માસ્ટરસ્ટ્રોક
વારાણસીના કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનના મહાકાલ લોકની તર્જ પર હવે અંબાજી શક્તિપીઠનો વિકાસ કરવામાં આવશે.

Gujarat Budget 2026-27: ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકાવવા માટે રાજ્ય સરકારે બજેટ 2026-27 માં જાહેરાતોનો પિટારો ખોલ્યો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્રોના નવનિર્માણથી લઈને આધુનિક હવાઈ મુસાફરી સુધી, સરકાર રાજ્યના પ્રવાસન ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવા સજ્જ છે.

અંબાજી કોરિડોર: શક્તિપીઠનો નવો અવતાર

વારાણસીના કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનના મહાકાલ લોકની તર્જ પર હવે અંબાજી શક્તિપીઠનો વિકાસ કરવામાં આવશે. મા અંબાના દર્શનાર્થે આવતા કરોડો ભક્તોની સુવિધા માટે 300 કરોડના ખર્ચે 'અંબાજી કોરિડોર' બનાવવાની જાહેરાત થઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ મંદિર પરિસરને ભવ્ય બનાવવાની સાથે પદયાત્રીઓ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરાશે.

દાહોદને મળશે પાંખો: નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ

કનેક્ટિવિટીના ક્ષેત્રમાં સરકારે દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરીને આદિવાસી પટ્ટાના વિકાસને વેગ આપ્યો છે. આ ઉપરાંત, પોરબંદર, ભાવનગર અને સુરત સહિતના પાંચ એરપોર્ટના વિસ્તરણ માટે 95 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે વેપાર અને પ્રવાસન બંને માટે ફાયદાકારક રહેશે.

સોમનાથ અને દ્વારકાનો કાયાકલ્પ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે યાત્રિકોની સુવિધા માટે 'મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ' અને આઇકોનિક બસ સ્ટેશન બનાવવામાં આવશે. સાથે જ, દ્વારકા, ડાકોર અને કચ્છના માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગિરનાર મહાશિવરાત્રી મેળો અને નર્મદા પરિક્રમા પથ માટે પણ વિશેષ બજેટની ફાળવણી કરાઈ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો